સાવરકુંડલામાં માનવ મંદિર આશ્રમ ખાતે લાયન્સ ક્લબના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પનો ભક્તિરામબાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબના પ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી, ઉપપ્રમુખ નિલેશભાઈ વાઘેલા, સચિવ જતીનભાઈ બંજારા તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી. જેમાં ડા. અંકિત સંઘવી, ડા. નટવરભાઈ પાનસુરીયા, ડા. સમીર સોલંકી અને ડા. સત્યવ્રત સોલંકીનો સમાવેશ થાય છે. સાવરકુંડલા આરોગ્ય વિભાગના વિજયભાઈ ઉપાધ્યાય અને હિતેશ નીંબાર્ક સહિતની ટીમે આ સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો. કેમ્પ દરમિયાન માનવ મંદિરની ૫૮ બહેનોની વિવિધ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં ડાયાબિટીસ અને સ્ત્રીરોગ સંબંધિત તકલીફો સહિતના વિવિધ રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું.