સાવરકુંડલામાં માતા-પિતાથી વિખુટી પડેલી બાળકીનું પોલીસે મિલન કરાવ્યું હતું. શુક્રવારે બપોરે ૩ઃ૦૦ વાગ્યાની આસપાસ એસ.ટી. ડેપો પોલીસ ચોકીમાં ૧૧૨ સ્ટેન્ડબાય હતી ત્યારે ગૌતમભાઈ ખુમાણ ફરજ પર હાજર હતા. ત્યાં છ વર્ષની બાળકી બસ સ્ટેન્ડમાં ખૂબ જ રડી રહી હતી. તેને ગૌતમભાઈએ શાંત પાડી સાંત્વના આપીને પ્રાથમિક માહિતી પૂછી હતી. પણ બાળકી ગભરાઈ ગયેલ હોવાથી માતા-પિતાનું કઈ જ નામ કે ઠેકાણું બતાવતી ન હતી. આથી તેને એસ.ટી. ડેપોના મેનેજરને રજૂઆત કરીને એસ.ટી. ડેપોમાં એનાઉન્સ કરાવેલ. ત્યાં એસ.ટી. ડેપોમાં કામ કરતા મજૂરો પાસેથી માહિતી મળેલ કે તેના માતા-પિતા મજૂરીકામ કરે છે. તે એટલામાં જ હતા. પછી તેનો સંપર્ક કરીને તેમને ઘટના સ્થળે બોલાવીને બાળકીને તેમને સોંપેલ હતી.