સાવરકુંડલામાં રહેતી એક યુવતી તેના ભાઈ સાથે અવાર નવાર બોલાચાલી કરતી હતી. જેથી તેની માતાએ ઠપકો આપતાં લાગી આવ્યું હતું અને ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવ સંદર્ભે જગદીશભાઈ ખોડાભાઈ વાઢેર (ઉ.વ.૪૮)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી ખુશી (ઉ.વ.૧૯) તેના ભાઈ મીત સાથે વાતવાતમાં બોલાચાલી કરતી હતી. જેથી તેની માતાએ ઠપકો આપતાં યુવતીને લાગી આવતા અને પોતાની મેળે ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ. એચ. કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.