અમરેલી જિલ્લામાં ત્રણ ઇસમો પાસેથી ૧૬ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જેમાં સાવરકુંડલામાં મહિલા પાસેથી ૯ લીટર દેશી દારૂ મળ્યો હતો. ધારીમાંથી ચાર સહિત જિલ્લામાંથી ૧૧ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. કડીયાળા ગામે ફોર વે પાસેથી રાજુલામાં રહેતો ડ્રાઇવર ઓવરલોડ સામાન ભરીને જતાં ઝડપાયો હતો. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના એએસઆઈ વી. એન. જાની વધુ તપાસ કરી રહ્યા છે.