શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આટ્ર્સ કોલેજમાં આજે એક મહત્વપૂર્ણ કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નૂતન કેળવણી મંડળ દ્વારા સંચાલિત આ કોલેજમાં આશીર્વાદ ફાઉન્ડેશન વતી શ્રીમતી મીતાબેન જોશીએ બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર વિશે એક માહિતીપ્રદ સેમિનાર આપ્યો હતો. કાર્યક્રમમાં લગભગ ૨૦૦ વિદ્યાર્થિનીઓ અને મહિલા સ્ટાફ સભ્યોએ ભાગ લીધો હતો. જોશીએ આ મહત્વપૂર્ણ વિષય પર વિસ્તૃત માહિતી આપી હતી અને સહભાગીઓને જાગૃત કર્યા હતા. આ પ્રસંગે શ્રી નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી કામદાર, ટ્રસ્ટી વિનુભાઈ રાવળ, કેન્સર નિષ્ણાત ડા. દીપકભાઈ શેઠ અને સંજયભાઈ કામદાર
આભાર – નિહારીકા રવિયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.