સોશિયલ મીડિયાનો ઉપયોગને બદલે દુરુપયોગ વધી રહ્યો છે. કોઈને બદનામ કરવા કે પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માથા ફરેલા લોકો સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. સાવરકુંડલામાં રહેતી એક પરિણીતા બ્યૂટીપાર્લર ચલાવે છે. તેના ફોટા કોઈ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વાયરલ કરી તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી. આ બનાવ અંગે દેવળા ગેઇટ પાસે બ્યૂટીપાર્લર ચલાવતી મહિલાએ મોબાઇલ ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ પરિણીતાના અંગત ફોટા સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાના તથા પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદે વાયરલ કર્યા હતા. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.