સાવરકુંડલામાં એક મહિલા તેના ઘરે પાંજરામાં પકડાયેલા ઉંદરને મુકીને પરત આવતી હતી ત્યારે આરોપીએ ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઉપરાંત વાળ પકડીને જમીન પર પણ પછાડી હતી. જયાબેન રૂપાભાઈ ડોટા (ઉ.વ.૫૫)એ શંકરભાઈ લાલભાઈ પરમાર, લાલભાઈ પરમાર, લતાબેન લાલભાઈ પરમાર તથા રૂપાબેન લાલભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ઘરે ઉંદર પાંજરામાં પકડાયો હોવાથી તે લઈને રેલવેના પાટા બાજુ ખુલ્લી જગ્યામાં મુકી પરત આવતા હતા ત્યારે આરોપીઓ ત્યાં ઉભા હતા અને એકબીજા સાથે બોલાચાલી કરતા હતા. તેઓ ત્યાંથી પસાર થતા આરોપીએ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ગાલ પર લાફો માર્યો હતો અને વાળ પકડીને જમીન પર પછાડી દીધા હતા.