સાવરકુંડલામાં બે મહિલાઓમાં નજીવી વાતમાં જામી હતી. જેમાં એક મહિલાએ બીજી મહિલાને માથામાં ફોન માર્યો હતો. આ બનાવ અંગે સંધિ ચોકમાં રેશ્માબેન સોહિલભાઈ પઠાણ (ઉ.વ.૨૭)એ રોજીનાબેન મુનિરભાઈ ઝાખરા સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમના ઘરે આવી ગાળો આપીને માથાના ભાગે ફોન માર્યો હતો. ઉપરાંત ઢીકાપાટુનો માર માર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના છબીલદાસ બટુકદાસ ટીલાવત તપાસ કરી રહ્યા છે.