સાવરકુંડલામાં મફતપરા સ્મશાન પાસેથી બાબરાના ચમારડી ગામનો અને હીરાકામ કરતો રાજુભાઈ ભીમાભાઈ મકવાણા (ઉ.વ.૩૩) તથા સાવરકુંડલાના મોટા જીંજુ઼ડા ગામે રહેતો વિપુલભાઈ ભુપતભાઈ આદ્રોજા (ઉ.વ.૨૦) બીયરના ૫ ટીન સાથે પકડાયા હતા. તેમની પાસેથી ૫૭૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમને આ જથ્થો ચિરાગ મનસુખભાઈ આદ્રોજાએ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલામાં નુરાનીનગર મદ્રેસા પાસેથી એક યુવક ૩ લીટર પીવાના દેશી દારૂ સાથે પકડાયો હતો. સનાળીયા, વરસડા, ઓળીયા તથા ચલાલામાંથી એક-એક ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.