અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સતત ઝરમર વરસાદ પડી રહ્યો છે. સતત ઝરમર વરસાદને કારણે પાણીના ખાબોચીયા ભરાઈ રહેતા હોવાથી હવે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેમાં સાવરકુંડલા શહેરમાં પણ મચ્છરોએ માઝા મુકતા શહેરીજનો ત્રસ્ત બન્યા છે. વરસાદને કારણે મચ્છરજન્ય રોગ ફેલાવાની શક્યતાને ધ્યાને લઈ તાત્કાલિક શહેરમાં ડીડીટીનો છંટકાવ તેમજ ફોગિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે તેવી શેરીજનોએ માંગ કરી છે.






































