ભોજલરામ જયંતીની જિલ્લાભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઇટ વજલપરા ખાતે પણ ભોજલરામબાપાના ર૩૭મા જન્મોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સત્સંગ સભા, મહાપ્રસાદ અને ભવ્ય સંતવાણી લોકડાયરો યોજાયો હતો. આ તકે સાંસદ નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઇ પાનસુરીયા સહિતના સામાજિક-રાજકીય આગેવાનો, લોકોએ ઉપસ્થિત રહી લહાવો લીધો હતો. પટેલ સમાજના આગેવાનો, સાધુ-સંતોની પ્રેરક હાજરી રહી હતી. સંતવાણી કાર્યક્રમમાં આગેવાનોએ કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. લોકોએ પૂ. ભોજલરામ બાપાની જન્મ જયંતીની ઉજવણીમાં ઉપસ્થિત રહી ધન્યતા
અનુભવી હતી.