સાવરકુંડલા શહેરમાં ભગીરથ સગર સમાજ દ્વારા તા. ૨૭ અને ૨૮ ઓગષ્ટ દરમિયાન ભગીરથ દાદાની ૩૯મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દ્વિદિવસીય મહોત્સવ દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા, મંદિર પર ધજારોહણ, ભગીરથ દાદાનું પૂજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. સમાજના વડીલો, યુવાનો, બહેનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા બદલ દાતાઓ, સ્વયંસેવકો અને સમાજશ્રેષ્ઠીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.










































