જૈન ધર્મના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ વાંચનના મહોત્સવની ભવ્ય ઉજવણી સાવરકુંડલા શહેરમાં ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી. આ પર્વના અવસરે સાવરકુંડલા જૈન સંઘ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર એક ભવ્ય વરઘોડો યોજાયો, જેમાં સંઘના ભાઈઓ, બહેનો અને બાળકો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. વરઘોડામાં ભગવાન મહાવીર સ્વામીનું પારણું આકર્ષણનું કેન્દ્ર રહ્યું, જેને ફૂલો અને રંગબેરંગી સજાવટથી શણગારવામાં આવ્યું હતું. તેમાં ચૌદ સૂપન બહેનોએ લીધો હતો. સંઘના સભ્યોએ પરંપરાગત વેશભૂષામાં સામેલ થઈ, ભજન-કીર્તન અને ‘ભગવાન મહાવીર સ્વામીની જય’ના નાદ સાથે વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.







































