સાવરકુંડલામાં ભંગાર લે-વેચ કરતાં વેપારી પર ગોંડલના ત્રણ લોકોએ હુમલો કર્યો હતો. બનાવ અંગે બોટાદમાં રહેતા ભાવેશભાઈ રાયસંગભાઈ વાણકીયાએ ગોંડલમાં રહેતા ભરતભાઈ વાઘેલા, કાજી વાઘેલા તથા સતિષભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ સાવરકુંડલા ખાતે આવ્યા હતા ત્યારે ભરતભાઈ વાઘેલા સાથે ફોનમાં બોલાચાલી થઈ હતી. ત્રણેય આરોપી પોતાની ફોરવ્હીલ કાર લઇ તેમની પાસે આવી જેમફાવે તેમ ગાળો દઈ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. ઉપરાંત કપાળના ભાગે બે ટાંકા આવે તેવી ઇજા પહોંચાડી હતી. તેમજ ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જીતેન્દ્રભાઈ જીવરાજભાઈ રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.