સાવરકુંડલામાં રહેતા એક પુરુષે બીમારીથી કંટાળી ગળાફાંસો ખાતા મરણ પામ્યો હતો. બનાવ અંગે ચતુરભાઈ પુનાભાઈ ચૌહાણ (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ,
મૃતક મગનભાઈ પુનાભાઈ ચૌહાણ (ઉ.વ.૬૧)ને છેલ્લા સાત વર્ષથી માનસિક બીમારી હત. જેની દવા શરૂ હતી. પોતાની જિંદગીથી કંટાળી જઈ ગળાફાંસો ખાતા મરણ પામ્યા હતા.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ હમીરભાઈ એચ. કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.