સાવરકુંડલા શહેરમાં બાળકોના ઝઘડામાં વડીલો બાખડી પડ્યા હતા જેથી બંને પક્ષે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સામ-સામી ફરિયાદ નોંધાઈ હતી. સાવરકુંડલાની હુકડો સોસાયટીમાં રહેતા માધુરીબેન વિજયભાઈ ભરાડે ફરિયાદ નોંધાવી છે કે, માધુરીબેનના બાળકો અને કાજલબેન હરેશભાઈ વાઘેલાના બાળકો વચ્ચે સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો. જેથી આરોપી હરેશભાઈ જીકાભાઈ વાઘેલા અને કાજલબેન હરેશભાઈ વાઘેલાને માધુરીબેનને ઠપકો આપ્યો હતો જેથી દંપતીને સારૂ નહી લાગતા હરેશભાઈએ માધુરીબેનને જમણા ગાલ પર અને ડાબા હાથના અંગુઠા પર ડોલનો ઘા માર્યો હતો અને કાજલબેને પણ માધુરીબેનના વાળ પકડી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. હરેશભાઈએ ગાળો આપી છરી કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તો સામા પક્ષે ફરિયાદી હરેશભાઈ જીકાભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે કે, બાળકોના ઝગડામાં હરેશભાઈના પત્ની કાજલબેન અને આરોપી માધુરીબેન વચ્ચે અગાઉના ઝગડાને કારણે મનદુઃખ થયેલ હોય જેથી હરેશભાઈ અને તેના પત્ની ઘરે આવતા માધુરીબેને ગાળો આપી કાજલબેનને ઢીકાપાટુનો માર મારી હરેશભાઈના ૪ વર્ષના દીકરા પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરતા આ અંગે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.