સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલ મહાકાળી સોસાયટી, વોર્ડ ૫ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલમાં પ્રથમ સ્નેહ સંમેલનનું આયોજન થયું હતું. સોસાયટીના પરિવારોએ એકસાથે નૂતન વર્ષાિભનંદનની શુભેચ્છાઓ પાઠવી હતી. પંચમહાલ જિલ્લાના નાયબ નિયામક સમાજ કલ્યાણ અધિકારી નિલેશભાઈ બગડાનું સન્માન કરવામાં આવ્યું હતું. સોસાયટીની સુવિધાઓ અંગે સૂચનો આપવામાં આવ્યા હતા. વોર્ડ ૫ના કાઉન્સિલર કેશુભાઈ બગડાએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. માધવજીભાઇ જાદવ (નેસડી) દ્વારા હોલ ફરતે ૧૨ થાંભલાનું દાન પણ મળ્યું હતું.










































