જિલ્લામાં પાંચ સ્થળેથી મળીને પોલીસે ૧૩ લીટર દેશી દારૂ સહિત ૧૫,૨૯૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાવરકુંડલામાં એક વ્યક્તિની બાઇકની ડિકીમાં કાપડની થેલીમાં પ્લાસ્ટિકથી કોથળીઓમાં ભરેલો કુલ ૪ લીટર દેશી દારૂ પકડાયો હતો. મોટા આંકડિયા ગામે બસ સ્ટેન્ડ પાસેથી સુરેન્દ્રનગરમાં રહેતો જિતેન રાળ નામનો યુવક ફોરવ્હીલ ગાડી લઈને પસાર થતો હતો ત્યારે અટકાવી તલાશી લેતા ભારતીય બનાવટના વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસે કાર સહિત કુલ ૫,૦૦,૧૭૫ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.