સાવરકુંડલામાં રહેતા ફોટોગ્રાફરને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે ફોટોગ્રાફીનો ધંધો કરતા રવિભાઇ મંગાભાઇ વેગડા (ઉ.વ.૨૬)એ જયરાજભાઇ વરૂ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી પોતાની મોટર સાયકલ લઇ આવ્યા હતા. આરોપીના સમાજની બેન-દીકરી તેમના સમાજનાં કોઇક છોકરા સાથે જતી રહેલ હોય તે બાબતનું મનદુઃખ રાખી તેઓ તથા સાહેદો બેઠા હતા ત્યારે તેમને ગાળો આપી હાથમાં પથ્થર લઇ મારવા દોડ્યા હતા. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.