સાવરકુંડલામાં આજે પોષણ માસની ઉજવણીના ભાગરૂપે પ્રભાતફેરી અને સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિશોરીઓ, ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાથે પોષણ જાગૃતિ માટે વિશેષરૂપે સુપરવાઇઝર, દ્ગદ્ગસ્ સ્ટાફ, ઁજીઈ અને ડ્ઢૈંજીસ્ેંના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોષણની મહત્તા, માતાની અને બાળકની તંદુરસ્તી તેમજ સંતુલિત આહાર અંગે જાગૃતિ લાવવાનો હતો. આ અવસરે મંગળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અન્ન પ્રાશન (જન્મના ૬ મહિના પછી બાળકોને પ્રથમવાર ઘન આહાર આપવાની વિધિ)નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિધિ દ્વારા માતા-પિતાને તેમના બાળકને ૬ મહિના પછી પોષક ખોરાક આપવા અંગે પ્રેરણા મળી.