સાહિત્ય સભા અમરેલી દ્વારા કબીર ટેકરીના મહંત પૂ. નારાયણદાસ સાહેબના જન્મોત્સવની ઉજવણી સાથે સુધીરભાઈ મહેતા લીખીત ઉજળી પ્રતિમા પુસ્તકનું લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં અનેક ગણમાન્ય લેખકો, સાહિત્યકારો તથા કવિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ૧ જાન્યુઆરીના રોજ યોજાનારા કાર્યક્રમમાં પૂજ્ય જ્યોતિ મૈયા, પ.પૂ. ભગવતપ્રસાદ સ્વામી, પૂ. ભક્તિરામબાપુ, પૂ. ઘનશ્યામદાસબાપુ, પૂ. રૂપેશ્વરીદેવી સહિતના સંતો અને કૌશિકભાઈ વેકરીયા, ભરતભાઈ સુતરીયા, મહેશભાઈ કસવાલા સહિતની રાજકીય હસ્તીઓની ઉપસ્થિતિમાં કબીર આશ્રમના પૂ. નારાયણદાસ સાહેબની સાકરતુલા સાથે સન્માન કરવામાં આવશે.