સાવરકુંડલામાં એક પુરુષને ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપવામાં આવી હતી. પરબતભાઈ કાબાભાઈ સોલંકી (ઉ.વ.૫૦)એ લાલજીભાઇ લવજીભાઇ સોલંકી, વાલજીભાઇ લવજીભાઇ સોલંકી, કમલેશભાઇ લવજીભાઇ સોલંકી, અર્જુનભાઇ લાલજીભાઇ સોલંકી, અજયભાઇ નરશીભાઇ સોલંકી તથા લાભુબેન લવજીભાઇ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભત્રીજા બીજા જોડે ફોન પર ઉંચા અવાજે વાત કરતા હતા. જેથી લાલજીભાઈ સોલંકીને એવું લાગેલ કે તે તેને કહે છે. જેથી તે લોખંડનું ધારીયું લઇને આવ્યા હતા અને તેઓ બચાવવા જતા તેને માર માર્યો હતો. તમામ આરોપીએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી થોડીવાર રહીને આવી, ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરણભાઈ બકુલભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.