સાવરકુંડલામાં રહેતી એક યુવતીને તેની માતાએ સમયસર જમવા મુદ્દે ઠપકો આપતાં લાગી આવ્યું હતું અને ફિનાઇલની ગોળી પી લીધી હતી. બનાવ અંગે ભીખાભાઈ ગોરધનભાઈ ભીલ (ઉ.વ.૩૯)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી સમયસર જમતી ન હોવાથી તેમની માતાએ ઠપકો આપ્યો હતો. જેથી લાગી આવતાં બાથરૂમમાં પડેલી ફિનાઇલની એક ગોળી પી લેતા સારવારમાં ખસેડવામાં આવી હતી. દાતરડી ગામે એક પરિણીતાએ ભૂલથી દવા વાળા ગ્લાસમાં પાણી પીતા ઉલટી ઉબકા થવા લાગતા તેને સારવાર અર્થે લઈ જવાઈ હતી.