લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા શહેરના વેપારીઓને તેમના વેપારને નવી દિશા આપવા માટે એક ભવ્ય બિઝનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પારેખ વાડી ખાતે કાનજીબાપુ ઉપવનવાડીમાં યોજાયેલા આ સેમિનારમાં સાવરકુંડલા શહેર તેમજ સમગ્ર અમરેલી જિલ્લામાંથી ઉદ્યોગપતિઓ અને વિવિધ પ્રકારના વેપાર સાથે સંકળાયેલા આશરે ૪૫૦ વેપારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મોટીવેશનલ સ્પીકર અશોક ગુજ્જરે સતત ત્રણ કલાક સુધી વેપારીઓને તેમના ધંધાને વેગ મળે તે માટે અસરકારક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મેહુલભાઈ ત્રિવેદી, કરશન ડોબરીયા, દેવચંદ કપોપરા, પ્રતિક નાકરાણી (પ્રેસિડેન્ટ), નિલેશ વાઘેલા, દિનેશ કારીયા, જતિન બનજારા અને લાયન્સ ક્લબના તમામ સભ્યો હાજર રહ્યા હતા.