સાવરકુંડલામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિણીતા પર સાસરિયાએ અમાનુષી અત્યાચાર ગુજારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે નિધિબેન લખીરામ દેવમુરારી (ઉ.વ.૩૫)એ પતિ હરેશકુમાર બળવંતરાય જાની, સાસુ મુક્તાબેન બળવંતરાય જાની તથા સસરા બળવંતરાય પ્રાગજીભાઈ જાની સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના સાસરીયા પક્ષના લોકોએ લગ્ન સમયથી આજદીન સુધી નાની-નાની બાબતોમાં દુઃખ ત્રાસ આપી, શારિરીક માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ પતિએ જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એફ.એમ.કથીરી વધુ તપાસ કરી રહ્યા છે.