સાવરકુંડલામાં પરિણીતા પર અત્યાચારની ઘટના સામે આવી હતી. સાસરિયાએ કરિયાવર મુદ્દે મેણા માર્યા હતા. બનાવ સંદર્ભે રૂચીતાબેન યશભાઈ યાદવ (ઉ.વ.૨૧)એ પતિ યશભાઈ અશોકભાઈ યાદવ, સસરા અશોકભાઈ, સાસુ તૃષાબેન અશોકભાઈ, નણંદ મહેકબેન તથા નણંદ ઉર્વીશાબેન સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પોતાના પતિના ઘરે રહેવા ગયેલ ત્યારે સાસરિયાએ ‘તું અહીં શું કામ આવી છો, તારે અહી આવવાનુ નહીં’ તેમ કહી ગાળો દઇ ઢીકાપાટુ વડે મુંઢમાર માર માર્યો હતો. તેમજ માનસિક શારીરિક દુઃખ-ત્રાસ આપી તેમજ ઘરકામ તેમજ કરિયાવર બાબતે મેણાટોણા મારી ગાળો આપી હતી.









































