સાવરકુંડલામાં રહેતી એક પરિણીતાએ પોલીસમાં જાહેર કર્યા મુજબ, તેમના લગ્ન ત્રણેક વર્ષ પહેલા થયા હતા. તેના પતિ સાથે પિયરમાં રહેતા હતા અને ૨૦૨૧માં બળાત્કારની ફરિયાદ કરી હતી. જે કેસમાં સાવરકુંડલા સેશન્સ કોર્ટમાં મુદતે ગયા હતા. આ વખતે સામાવાળા પણ કોર્ટ મુદતે આવ્યા હતા અને તેઓ એકબીજા વાતો કરી દાંત કાઢતા હતા. જેથી તેમણે ટેન્શનમાં આવી જઇ પોતાની મેળે તેના ઘરે ઝેરી દવા પી લીધી હતી.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ હમીરભાઈ હાજાભાઈ કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.