સાવરકુંડલામાં રહેતી એક પરિણીતાને લગ્નના સાત મહિનામાં જ પતિની અસલીયતનો પરિચય થયો હતો. દારૂ પીને આવતાં પતિને પત્નીએ સમજાવતાં તેને ફટકારી, ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે દક્ષાબેન સિદ્ધપુરા (ઉ.વ.૨૩)એ તેના પતિ રવિ અશોકભાઈ સિદ્ધપુરા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, તેણે આજથી સાત મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને જુદા રહેતા હતા. પતિને દારૂ પીવાની ટેવ હોવાથી ના પાડતાં  તેને સારું નહોતું લાગતું. બે દિવસ પહેલા પણ દારૂ પીને આવ્યા ત્યારે સમજાવતાં ગાળો આપી, આડેધડ માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.