સાવરકુંડલામાં આવેલી લલ્લુભાઈ શેઠ હોસ્પિટલ ખાતે પત્નીની આંખનું ઓપરેશન કરાવવા આવેલા ચાડીયા ગામના પુરુષનું બાઇક ચોરાયું હતું. જેને લઈ વિઠ્ઠલભાઈ બચુભાઈ ભંડેરી (ઉ.વ.૬૦) ની ફરિયાદ પ્રમાણે, તેઓ તેમની પત્ની પ્રભાબેન સાથે તેમના ગામના નિલેશભાઇ રમણીકભાઇ શીંગાળાની મો.સા. લઇને સા.કુંડલા લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરમાં આવ્યા હતા. દવાખાનાના ગેઇટ આગળ મોટર સાયકલ મૂકીને તેના પત્નીના આંખના ઓપરેશન માટે ગયા હતા અને પરત આવીને જોયું તો મોટર સાયકલ જોવા મળ્યું નહોતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એચ. એચ. કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.