સાવરકુંડલામાં રહેતી એક પરિણીતાના પતિ તથા છોકરાઓ કામ-ધંધો કરતા હતા.
પરંતુ ઘરમાં પૈસા આપતા નહોતા અને અવારનવાર હેરાન કરતા હતા. જેથી મહિલાને લાગી આવતાં ફિનાઇલ પી લીધું હતું. બનાવ અંગે પ્રજ્ઞાબેન પ્રતાપગીરી ગોસ્વામી (ઉ.વ.૩૯)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ તથા છોકરાઓ કામ-ધંધો કરતા હતા પણ ઘરમાં પૈસા આપતા નહોતા અને અવારનવાર હેરાન કરતા હતા. જેથી તેમને લાગી આવતાં ફિનાઇલની બે ગોળી પાણી સાથે પી લીધી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરણભાઈ બકુલભાઈ ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.