સાવરકુંડલામાં મહુવા રોડ પર આવેલ ગિરધરવાવના પરિસરમાં શ્રી રામ વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા ગિરધર ઘર વડીલોના વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વૃદ્ધાશ્રમનું આગામી તા. ૩-જૂન ને શુક્રવારના રોજ સવારે ૯ઃ૪પ કલાકે કથાકાર મોરારીબાપુના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. જ્યારે સાંજે ૮ઃ૩૦ કલાકે સ્વર સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ગિરધર ઘરના નિર્માણ માટે જમીન અને બાંધકામના દાતા ગિરધરબાપા, સ્વ. બાલકૃષ્ણભાઇ ગાંધી તથા સ્વ. ઇન્દુબેન ગાંધી હસ્તે પ્રકાશભાઇ ગાંધી, મુકેશભાઇ પારેખ અને મધુસુદન પારેખ છે. વડીલોના વાત્સલ્યધામના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયું છે.