ગુજરાત રેડક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલના વિઝન હેઠળ ગુજરાતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે અનેકવિધ સેવા પ્રકલ્પો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ જ પ્રયાસમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકા શાખા દ્વારા સાવરકુંડલા શહેરમાં આવેલ ગાંધી ધર્મશાળા ખાતે તારીખ ૨૫ ડિસેમ્બર, બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણનો કેમ્પ યોજાશે. આ કેમ્પમાં ભાગ લેવા માટે રૂપિયા પાંચની નોંધણી ફી આપી ગજાનંદ કલીનીક લેબોરેટરી, મહુવા રોડઃ મેહુલભાઈ વ્યાસ (૯૪૨૬૨૨૮૫૭૪, ૮૮૬૬૬૨૧૧૪૩), વર્ધમાન હોસ્પિટલઃ ૯૪૦૯૧૬૫૯૬૫ અને પીપળીયા હોસ્પિટલઃ ૦૨૮૪૫૨૨૨૫૫ એ રજિસ્ટ્રેશન કરાવી શકાશે.