સાવરકુંડલામાં રેશનકાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવામાં તકલીફ ના પડે તેમજ સરળતાથી ઈ કેવાયસી થઈ જાય તે માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શનથી સાવરકુંડલા અટલધારા કાર્યાલય ખાતે ભાજપ પરિવાર દ્વારા આગામી બે દિવસ તા ૨૧ અને ૨૨ ના રેશનકાર્ડ ઈ કૅવાયસી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં આજરોજ ઘણા લોકોએ લાભ લીધો હતો તેમ જ હજી પણ એક દિવસ કેમ્પ ચાલુ છે તો સાવરકુંડલા શહેરીજનોને આ કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવે છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની ઉપસ્થિતિમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ કાછડીયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાણી સહિતનાં હાજર રહ્યાં હતા.