શહેરની સુખાકારી અને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના ઉમદા હેતુથી સાવરકુંડલામાં જળસંચય અભિયાનનો મંગલ પ્રારંભ થયો છે. સ્થાનિક લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ‘સુકનેરા ડેમ’ને ઊંડો ઉતારવાના ભગીરથ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કસવાલાએ જણાવ્યું હતું કે, “સાવરકુંડલાની જનતાને પાયાની સુવિધાઓ આપવી એ અમારી પ્રાથમિકતા છે. જળસંચયથી માત્ર પીવાના પાણીની સમસ્યા જ નહીં ઉકેલાય, પરંતુ પર્યાવરણ અને પશુ-પક્ષીઓને પણ રાહત મળશે.” આ પ્રોજેક્ટ સાવરકુંડલાને જળ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક ઐતિહાસિક કદમ માનવામાં આવે છે.