સાવરકુંડલામાં દુકાનેથી ઘરે જતા એક વ્યકિતનો મોબાઇલ પડી ગયો હતો. જેને અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. ગીરીશભાઇ ભીમજીભાઇ રાઠોડે જાહેર કર્યા મુજબ, તેઓ જનતાબાગથી તેની દુકાનેથી ઘરે જતા તે દરમિયાન રસ્તામાં જાહેર રોડ પર તેના પેન્ટનાં ખિસ્સામાંથી પોતાનો મોબાઇલ ફોન પડી જતા કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ ગયો હતો. ત્યારબાદ તેઓને આ અંગે જાણ થઈ હતી. પોલીસ ચોપડે તેની કિંમત ૧૬,૫૦૦ જાહેર થઈ હતી.મોબાઈલ ખોવાયાની ઘટનાની સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.વી.ખુમાણ વધુ તપાસ કરી રહ્યા છે.









































