સાવરકુંડલામાં બ્રાંચ શાળા નંબર પાંચમાં CWSN દિવ્યાંગ બાળકો માટેના IED/IEDSS વિભાગ અંતર્ગત દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ શિક્ષક અજયભાઈ મહેતાની બદલી આર.જે. દેસાઈ હાઈસ્કૂલ ઓળીયા કલસ્ટરમાં થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. શાળા પરિવારે જણાવેલ કે અજયભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ નિષ્ઠાપૂર્વકની કામગીરી કાયમ માટે યાદ રહેશે. તેમને શાળા પરિવાર તરફથી શ્રીફળ, સાકરપડો તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. અજયભાઈ મહેતાને તમામે શુભકામના પાઠવી હતી.