સાવરકુંડલા શહેરમાં દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતાં ભાવિકો ભારે આસ્થા, ભક્તિભાવ તેમજ દશામાના ગુણગાન ગાતા ગાતા દશામાની મૂર્તિને જળમાં પધરાવવવા હાથસણી ગામે આવેલ શેલ દેદુમલ નદી કિનારે જતાં જોવા મળ્યા હતા. ભાવિકો દશામાના ગુણગાન ગાતાં ગાતાં કોઈ ટ્રેકટરમાં તો કોઈ ટ્રકમાં તો કોઈ ઓટો રિક્ષામાં તો કોઈ ટુવ્હીલમાં સાવરકુંડલા તાલુકાના હાથસણી ગામે આવેલ નદી કાંઠે દશામાને ભાવભરી વિદાય સાથે આવતાં વર્ષે વહેલા પધારવા માટે પ્રાર્થના કરી હતી.