સાવરકુંડલામાં મહુવા રોડ પર આવેલા એક દવાખાનાના ઓટલા પરથી મોબાઇલની ચોરી થઈ હતી. બનાવ અંગે હંસાબેન હસમુખભાઈ પરમાર (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિને મહુવા રોડ પર આવેલા ડો.પીપળીયાના દવાખાને દાખલ કર્યા હતા. તેઓ દવાખાના બહાર ઓટા પર બેઠા હતા અને બાજુમાં ફોન મૂક્યો હતો. જેની અજાણ્યો ઇસમ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરણભાઈ બકુલભાઈ ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.