સાવરકુંડલામાં ભગવાન શ્રી મહાવીર સ્વામીના અનુયાયી અને સતત ચાર વર્ષથી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન સાવરકુંડલા વાળા, (હાલ મુંબઈ) અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કાણકિયા કોલેજ, મહિલા કોલેજ, અધ્યાપન મંદિર, નર્સિંગ કોલેજ, ખડસલી વેટરનરી, કોલેજના વિદ્યાર્થીઓ માટે ૧૨ સપ્ટેમ્બરે મેગા થેલેસેમિયા કેમ્પ યોજાશે. આ કેમ્પનો પ્રારંભ સાવરકુંડલા-લીલીયાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાળા કરાવશે. આ અવસરે ડી.એચ. ભાલાળા-પ્રાંત અધિકારીશ્રી, એસ.એચ. બારૈયા-મામલતદાર, વલય સાહેબ-એ.એસ.પી, બી.કે. વાઘેલા- પીએસઆઇ સાવરકુંડલા ટાઉન પોલીસ, પી.એલ. ચૌધરી પીએસઆઇ સાવરકુંડલા રૂરલ પોલીસ, ચંદ્રિકાબેન ઘેલાણી /કામદાર પ્રમુખ નૂતન કેળવણી મંડળ તથા સમગ્ર ટ્રસ્ટી ગણ અને એ.ડી. રૂપારેલ ઝ્રછ રેડક્રોસ સાવરકુંડલા, મેહુલભાઈ ત્રિવેદી પ્રમુખ સાવરકુંડલા નગરપાલિકા, પ્રતીકભાઇ નાકરાણી ઉપપ્રમુખ સાવરકુંડલા નગરપાલિકા, ડો. જે.બી. વડેરા ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, મેહુલભાઈ વ્યાસ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પીપળીયા સાહેબ વાઇસ ચેરમેન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વગેરે રાજકીય સામાજિક આગેવાનો, અધિકારીઓ અને
ડોક્ટરો ઉપસ્થિત રહેશે.