આગામી તારીખ ૮ માર્ચ ૨૦૨૪ ને શુક્રવારે મહાશિવરાત્રી હોય તો ભગવાન શિવને પ્રસન્ન કરવા અને ભગવાન શિવના ગુણગાન ગાવા આ બ્રહ્મ સમાજ આયોજીત હોમાત્મક લઘુરુદ્ર રાખેલ છે. આ લઘુરુદ્રમાં ભાગ લેવા ઈચ્છતા ભૂદેવ પરિવારે નામ નોંધી લેવાનો અનુરોધ કરાયો છે. આ લઘુરૂદ્ર નિશુલ્ક છે. લઘુરુદ્રનો સમય સવારે ૮ઃ૦૦ કલાકે શુક્રવાર મહાશિવરાત્રીના રોજ અને બીડુ હોમવાનો સમય બપોર પછી ૪ઃ૩૦ કલાકે અને તેમનું સ્થાન બ્રહ્મપુરી કાણકીયા કોલેજ સામે સાવરકુંડલા ખાતે રાખેલ છે.