સાવરકુંડલામાં તાલુકા કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ વિષયક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પીએમશ્રી બ્રાન્ચ શાળા-૯ પ્રા.શાળાના ધોરણ-૮ ના વિદ્યાર્થી કુરેશી મોઇનુદીન હુસૈનભાઈ અને ખોખર અશદ આસિફભાઈએ શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક રજનીકુમાર એમ. બગડાના માર્ગદર્શનમાં વિભાગ-૩ ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં રુચિ લઇને તેમાં ભાગ લીધો હતો.