સાવરકુંડલામાં મણીભાઈ ચોક પાસે આવેલી સરકારી પ્રાથમિક કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. જેમાં પોરબંદર ડાયેટના પ્રાચાર્ય ડો. અલ્તાફ રાઠોડ, અમરેલી ડાયેટના પ્રાચાર્ય નિલેશભાઈ ચાંપાનેરી, જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ મહેદ્રભાઈ વીંછીયા, તાલુકા પ્રા. શિક્ષણાધિકારી ડાંગર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રદર્શનમાં તાલુકાની શાળાના બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો, જેમાં નિર્ણાયક તરીકે મલયભાઈ-ગાધકડા હાઇસ્કૂલ, સુરેશભાઈ હીરપરા, રોહિતભાઈ ઓઝા, નીતિનભાઈ સાવજ, હિરલબેન-અમૃતવેલ હાઇસ્કૂલ, જગદીશભાઈ ભેંસાણીયાએ સેવા આપી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન બીઆરસી ભવન સાવરકુંડલા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.