સાવરકુંડલામાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતાં બાબુભાઈ દાદાભાઈ ડેરૈયા (ઉ.વ.૪૨)એ યુસુફભાઈ વલીભાઈ શેલોત, નસીમબેન યુસુફભાઈ શેલોત તથા અલ્ફાજ યુસુફભાઈ શેલોત સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તથા સાહેદો ઝીલુબેન, નઝમાબેન સાથે તેમના મામાના મરણ બાદ જીયારતના કામે મામાના ઘરે ગયા હતા. જ્યાં તેમના માસીયાઈ ભાઇ યુસુફભાઈ શેલોતે તેમને તમોએ અહી આવવું નહીં, તમોને મામાના મરણ ગયા બાદ તેમની મિલ્કતમાં કોઇ ભાગ નહી મળે તેમ કહી ઝઘડો કર્યો હતો. ઉપરાંત દાતરડું લઇ સાહેદ જીલુબેનનાં પેટના ભાગે ઉઝરડા જેવી ઇજા કરી હતી તથા સાહેદ નઝમાબેનને વાળ પકડી માથાના તથા છાતીના ભાગે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોંચાડી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ કિરણભાઈ બકુલભાઈ ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.