સાવરકુંડલા બાયપાસ રોડ ઢોલીયાધાર ઉપર આવેલ વૃદ્ધાશ્રમની પ્રખર રામાયણી મોરારીબાપુ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. સંસ્થાના સ્થાપક નિર્માતા મીનીષા દીદીએ પૂજ્ય મોરારીબાપુ, પૂજ્ય ભક્તિરામ બાપુનું સ્વાગત કર્યું હતું. સંસ્થામાં નિરાધાર માનસિક હરિના બાળકોનું આશ્રય સ્થાન જોઈને પૂજ્ય મોરારીબાપુએ મનીષાદીદીને શુભેચ્છાઓ સાથે તેમની સેવાને હૃદયથી બિરદાવી આ સેવાકીય કાર્યો કરવા માટે ખુશ થઈને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.