સાવરકુંડલામાં રહેતા વિષ્ણુભાઈ લાભશંકરભાઈ ભરાડ (ઉ.વ.૪૯)એ વાસીફ લલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીએ અગાઉ તેમની પાસેથી બે વખત ઢોકળાનું પાર્સલ લઇ ગયેલ તેના પૈસા આપ્યા નહો હતા. ફરિવાર ઢોકળાનું પાર્સલ માંગતા અગાઉના પૈસા બાબતે તેમણે ઉઘરાણી કરતાં આરોપીને સારૂ નહોતું લાગ્યું અને ગાળો આપી કાંઠલો પકડી ગાલ પર ઝાપટ મારી હતી. ઉપરાંત થોડીવારમાં આવુ તેમ કહી જતો રહ્યો હતો અને બાદમાં મોટર સાયકલ લઇ આવી કુહાડી કાઢી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.જી.ચોચા વધુ તપાસ કરી રહ્યા છે.