૧૪ એપ્રિલ ૨૦૨૫ સોમવારના રોજ સમગ્ર દેશ અને દુનિયામાં મહામાનવ ડો. ભીમરાવ આંબેડકરજીની ૧૩૪ મી જન્મ જયંતીની ભાવભેર ઉજવણી થઈ હતી. ત્યારે સાવરકુંડલામાં પણ બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી થઈ હતી અને આદર્શ બંધારણના ઘડવૈયા એવા બાબાસાહેબ માત્ર કોઈ એક જ કોમનું નહી પરંતુ બધા સમાજ અને તમામ વર્ગનું ગૌરવ છે અને આદરણીય છે. જેણે કાયદા દ્વારા સમાન હક્કો અને અધિકારો પ્રાપ્ત કરાવેલ છે. ત્યારે આ તકે તેમને યાદ કરી, વંદન કરી તેમની જન્મ જયંતી નિમિત્તે સાવરકુંડલામાં ભવ્ય ઉજવણી થઈ હતી. જેમાં વડીલો, યુવાનો અને નાની બાળાઓ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવવામાં આવ્યા હતા.









































