સાવરકુંડલામાં જેસર રોડ પરથી દારૂની બે બોટલ સાથે યુવક ઝડપાયો હતો. જીતેશ ઉર્ફે મીંદડો અશોકભાઈ ડોડીયા (ઉ.વ.૨૫) જેસર રોડ પીકઅપ બસ સ્ટેશન પાસેથી પસાર થતો હતો ત્યારે અટકાવી તલાશી લેતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી. પોલીસે ટુવ્હીલ તથા દારૂની બોટલો મળી કુલ ૩૬,૧૨૨ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે. ફિફાદ ગામે મેરામણ નદીના પુલ પાસેથી ૧૦ લીટર, તોરી ગામેથી ૫ લીટર અને સાવરકુંડલામાંથી ૩ લીટર મળી કુલ ૧૮ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. રાજુલામાંથી બે તથા ચલાલામાંથી એક મળી કુલ ત્રણ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.





































