સાવરકુંડલામાં પ.પૂ. જલારામ બાપાની જયંતિ મહોત્સવ અખંડ શ્રદ્ધા અને ભરોસાના માહોલમાં શાંતિપૂર્ણ રીતે ઉજવાયો. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છતાં રઘુવંશી સમાજે જલારામ બાપાની કૃપા પર વિશ્વાસ રાખી કાર્યક્રમમાં કોઈ ફેરફાર કર્યા વિના ભવ્ય શોભાયાત્રા યોજી. બપોર સુધી એક ટીપું વરસાદ ન પડતાં ભક્તોમાં આનંદ છવાઈ ગયો. ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિત અનેક શ્રદ્ધાળુઓએ શોભાયાત્રામાં જોડાઈ આશીર્વાદ મેળવ્યા. લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણી અને ટીમે કાર્યક્રમની સફળતા માટે અખંડ શ્રદ્ધા વ્યક્ત કરી. સાંજે જલારામ મંદિરે આરતી, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન થયું. માધવાણી પરિવાર અને વીર દાદા જસરાજ સેના ટ્રસ્ટ દ્વારા પ્રસાદના લાભ લેવાયા. જલારામ બાપાનીકૃપાથી સાવરકુંડલામાં ભક્તિ, ભોજન અને ભક્તિના રંગો છવાઈ ગયા હતા.