સાવરકુંડલા શહેરના છેવાડાના વિસ્તારો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા જરૂરિયાતમંદ લોકો માટે મુંબઈના જૈન પરિવાર દ્વારા માનવતાની મહેક પ્રસરાવતી પહેલ કરવામાં આવી છે. મૂળ રાજસ્થાનના અને હાલ મુંબઈમાં સ્થાયી હનુમાનજી જૈન, વંદનાબેન જૈન તથા દિશુબેન અને નિમિતભાઈ દ્વારા ૫૦૦ નવા ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું. ટી-શર્ટ એક્સપોર્ટનો વ્યવસાય ધરાવતા આ જૈન પરિવાર દર વર્ષે સાવરકુંડલા તાલુકાના જરૂરિયાતમંદ બાળકો, યુવાનો અને વડીલો માટે ૫૦૦ ટી-શર્ટ જૈન સમાજના અગ્રણી જયેશભાઈ માટલીયા મારફતે મોકલે છે.
આ વર્ષે હાથસણી રોડ સ્થિત ઉદારતા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, ગૌસેવક જયેશભાઈ માટલીયા, નિવૃત્ત ફોજી અતુલભાઈ જાની, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઈ પંડ્‌યા, ટ્રસ્ટના ધારાબેન ગોહિલ, સેવાભાવી નિકુલભાઈ ગેડીયા અને અમીતગીરી ગોસ્વામી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.