સાવરકુંડલામાં આવેલી વી.ડી. ઘેલાણી મહિલા આટ્‌ર્સ કોલેજમાં શનિવારે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નિબંધ સ્પર્ધામાં ૪૫ બહેનોએ ભાગ લીધો હતો તેમ જ વિદ્યાર્થિનીઓએ વસ્તી વધારાને કઈ રીતે નિયંત્રણ કરી શકાય તેના પર પોતાના વક્તવ્ય રજૂ કરી નાટક પ્રસ્તુત કર્યું હતું. નિબંધ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થિનીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.